તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
રાજપીપળા સિવિલ સામે રાજકોટ પાસિંગની પોલીસની મીની બસે થાર ગાડીને પાછળથી અથડાતા નુકશાન
સિવિલ હોસ્પિટલ સામેના બમ્પ પર થાર ગાડી ધીમી પડતા પૂરપાટ આવેલી પોલીસ બસે થારને પાછળ ઠોકી:ઘટના સ્થળે લોકટોળા એકઠા થયા જેમાં પોલીસ બસનો ચાલક નશામાં હોવાની ચર્ચા :પોલીસ બસ આરોપીને મૂકવા આવતી હોય આ અકસ્માત થયો

( ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળા સિવિલ હોસ્પિટલ સામે બમ્પ પર ધીમી પડેલી થાર ગાડીને પોલીસ બસે પાછળથી ટક્કર મારતા ફોર વ્હીલને નુકશાન થયું હતું
પ્રાપ્ત વિગતો અનુસાર રાજદીપભાઈ હસમુખભાઈ મહેતા (ઉ.વ.૨૫) ( રહે-રાજપીપલા સોનીવાડ) એ આપેલી ફરિયાદ મુજબ રાજપીપળા સિવિલ હોસ્પિટલ સામે બનાવેલા બમ્પ પર રાજકોટ પાસિંગની એક મીની બસ નં-GJ-03-GA-1749 ના ચાલકે તેના કબ્જાની મીની બસ પુરઝડપે હંકારી લાવી રાજદીપભાઈના કબ્જાની મહિન્દ્રા કંપનીની થાર ગાડી નં-GJ-16-DK-5001ના પાછળના ભાગે અથાડી થાર ગાડીના પાછળન ભાગે નુકશાન પહોચાડી ગુનો કરતા રાજકોટ પોલીસ ની.મીની બસના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
આ બસ આરોપીને મૂકવા આવતી હતી, અક્સ્માત બાદ ત્યાં લોકટોળા એકઠા થયા હતા ત્યાં ચર્ચા મુજબ પોલીસ બસનો ચાલક નશાની હાલતમાં હતો અને થાર ગાડી વાળાએ પણ આ બાબતે ધ્યાન દોર્યું હોવા છતાં ડ્રીંક એન્ડ ડ્રાઇવનો કેસ નહીં કરી થાર વાળાને સમજાવવા પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
