<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

નાનીદેવરૂપણ ગામે દીકરી સાથે પ્રેમ સંબંધ બાબતની રીસ રાખી માર મારનાર ત્રણ વિરુદ્ધ ફરિયાદ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાનીદેવરૂપણ ગામમાં દીકરી સાથે પ્રેમ સંબંધની રીસ રાખી માર મારનાર ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે

    મળતી વિગતો અનુસાર ચેતનભાઇ વિનેશભાઇ વસાવા (રહે. નાનીદેવરુપણ નિશાળ ફળીયુ) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ વિરલ તથા કલ્પેશi સાથે રાજુભાઇ ઝીંગાભાઈ વસાવાની દુકાને સાદી સોડા લેવા માટે ઉભા હતા તે વખતે રાજુભાઈ વસાવાએ તેમની દીકરી સાથે પ્રેમ સબંધ હતા જે બાબતે આ ત્રણ મહીના પહેલા પંચ રાહે સમાધાન થયેલ જેની અદાવત રાખી વાંસનો ડંડો લઈ ચેતનભાઈને બરડાના ભાગે એક સપાટો મારી દઈ તથા વિરલને પણ એક સપાટો ડાબી બાજુ બરડાના ભાગે મારી ઇજા કરી હોય આ બાબતે ગામનાં સરપંચ પ્રવિણભાઇ નરપતભાઇ વસાવાનાઓના ઘરે જાણ કરવા માટે ગયેલ ત્યાં રાજુભાઇ ઝીંગાભાઈ વસાવા અને દિનેશભાઇ ઝીંગાભાઇ વસાવા નાઓ.વાંસના ઠંડા તથા લાકડાનો ડંડો લઇ આવી ચેતનભાઈ તથા દીક્ષીત તથા વિનેશભાઈ નાઓને ગમે-તેમ ગાળો બોલી ઝપાઝપી કરી
ત્યારબાદ ધનસુખભાઇ દિનેશભાઇ વસાવા એકદમ ઉશ્કેરાઇ જઈ દીક્ષીત વિનેશભાઇ વસાવાને જમણા ખભાના ભાગે લાકડાના ડંડા વડે એક સપાટો મારી તથા દિનેશભાઈ વસાવાએ વાંસના ડંડાનો એક સપાટો જમણા હાથે મારી ઇજા પહોંચાડી તમામને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરવામાં એક બીજાને મદદગારી કરતા સાગબારા પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:29 PM IST)