તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
માલ ગામમાં ઘરમાં જમીન પર સુતેલા વ્યક્તિને પગમાં સાપે ડંખ મારતા મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના માલ ગામમાં ઘર માં સૂતેલા વ્યક્તિને સાપ કરડી જતા મોત નિપજયું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર સવિતાબેન દિલીપભાઇ ધર્માભાઇ વસાવા( રહે.માલ નિશાળફળીયુ તા. દેડીયાપાડા) નાઓએ પોલીસમાં જાણ કર્યા મુજબ તેમના પતિ દિલીપભાઇ ધર્માભાઇ વસાવા (ઉં.વ.૩૭)( રહે.માલ નિશાળ ફળીયુ તા .દેડીયાપાડા જી.નર્મદા) નાઓ તા.૧૯/૦૬/૨૦૨૫ નાઓ પોતાના ઘરમાં જમીન ઉપર પથારી કરીને ઉંઘતા હતા તે વખતે કોઇ ઝેરી સાપે જમણા પગના પંજાથી ઉપરના ભાગે ડંખ મારી દેતા તેમને તેમના કુટુંબીજનો તાત્કાલીક સારવાર માટે ખાનગી વાહનમાં બેસાડીને સરકારી હોસ્પીટલ દેડીયાપાડા ખાતે લઇ ગયા હતા પરંતુ તેમને સારવાર મળે તે પહેલા ફરજ ઉપરના ડોકટર એ તેમને મૃત જાહેર કરતા દેડિયાપાડા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
