તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ એક લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો
દારુ વેચતા શખ્સના ઝડપાયેલા ત્રણ મોપેડ છોડાવવા માટે હપ્તાની બાકી રકમ માંગી હતી. દારુના ધંધાના બે-ત્રણ માસની હપ્તાની બાકી રકમ ચૂકવી દેવા પોલીસ કર્મીએ ઉઘરાણી કરી

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ એક લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે. પોલીસ સ્ટેશનનો વહીવટદાર વિકાસ પટેલ ઝડપાયો છે. દારુ વેચતા શખ્સના ઝડપાયેલા ત્રણ મોપેડ છોડાવવા માટે હપ્તાની બાકી રકમ માંગી હતી. દારુના ધંધાના બે-ત્રણ માસની હપ્તાની બાકી રકમ ચૂકવી દેવા પોલીસ કર્મીએ ઉઘરાણી કરી હતી.
ખેડબ્રહ્મા પીઆઈને રજૂઆત કરતા તેમણે પણ વહીવટદારને મળવા કહ્યું હતું. હપ્તાની બાકી રકમનો હિસાબ 1.65 લાખ રૂપિયાની પોલીસ કર્મીએ માંગ કરી હતી. બાકી હિસાબ પેટેના હપ્તાની એક લાખ રૂપિયા આપવા જતા અમદાવાદ એસીબીએ ટ્રેપ કરી હતી. એસીબીએ પોલીસ મથક બહારથી જ રંગે હાથ ઝડપી લીધો છે.
(11:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
