<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

હાલોલમાં પેનોરમા ચોકડી પાસે પ્લાસ્ટિક ઝબલા ફેક્ટરી સામે મોટી કાર્યવાહી :70 લાખથી વધુનો મુદામાલ જપ્ત

ઓછા માઇક્રોનવાળા પ્લાસ્ટિકથી બનાવતી ઝભલા ફેક્ટરીમાંથી 57.75 ટન ઓછા માઇક્રોન પ્લાસ્ટિકનું મટિરિયલ મળ્યું : ગુજરાત બહાર વેચવાના કૌભાંડનો પર્દાફાશ

પંચમહાલના હાલોલમાં પ્લાસ્ટિકના ઝભલા બનાવીને ગુજરાત બહાર વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.  હાલોલ પેનોરમા ચોકડી પાસે પ્લાસ્ટિક ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા ઓછા માઇક્રોનવાળા પ્લાસ્ટિકથી બનાવતી ઝભલા ફેક્ટરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઓછા માઇક્રોનવાળા પ્લાસ્ટિકથી બનાવતી ઝભલા ફેક્ટરીમાંથી 57.75 ટન ઓછા માઇક્રોન પ્લાસ્ટિકનું મટિરિયલ મળી આવ્યું છે.

હાલોલના પેનોર ચોકડી પાસે પ્લાસ્ટિકની ખાનગી ફેક્ટરીમાંથી 57.75 ટન  માઇક્રોન પ્લાસ્ટિકનું મટીરિયલ મળીને કૂલ કિંમત 70 લાખીથી વધુ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અત્રિ લોજિસ્ટિક ઇન્ડિયા, ગગન રોડલાઇન્સ, વી એન લોજિસ્ટિકમાંથી મટીરિયલ સપ્લાય થતું હતું, જે ગુજરાત બહાર યુપી, એમપી અને રાજસ્થાનની ટ્રક લોડ થતી હતી.  હાલોલમાં પ્લાસ્ટિકના ઝભલા બનાવીને ગુજરાત બહાર વેચવાના કૌભાંડનો આખરે  પર્દાફાશ થયો છે.

હાલોલ ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે જણાવ્યું હતું કે, આજ રોજ હાલોલ પેનોરમા ચોકડી પાસે પ્લાસ્ટિક ફેક્ટરીમાં રેડ કરવામાં આવી હતી. ટાસ્ક ફોર્સ કમિટીએ ઓછા માઇક્રોનવાળા પ્લાસ્ટિકથી બનાવતી ઝભલા ફેક્ટરી પકડી પાડી છે. દરોડા દરમિયાન 57.75 ટન ઓછા માઇક્રોન પ્લાસ્ટિકનું મટીરિયલ મળી આવ્યું છે. 70 લાખ ઉપરાંતના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે.  અત્રિ લોજિસ્ટિક ઇન્ડિયા, ગગન રોડલાઇન્સ, વી એન લોજિસ્ટિકમાંથી મટીરિયલ સપ્લાય થતું હતું.  ગુજરાત બહાર યુપી, એમપી અને રાજસ્થાનની ટ્રક લોડ થતી હતી. ટ્રાન્સપોર્ટ વિભાગને ચેતવણી જો આવુ કાર્ય કરતાં પકડાશે તો દંડની કાર્યવાહી કરાશે.

(12:45 AM IST)