તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 81 તાલુકામાં વરસાદ : સૌથી વધુ જાંબુઘોડામાં 8.1 ઈંચ વરસાદ ખાબક્યો
છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 5.1 ઈંચ વરસાદ: પેટલાદમાં 3.5 ઈંચ અને કપરાડામાં 3 ઈંચ વરસાદ

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જો કે વરસાદનું જોર ઘટ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 81 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. પંચમહાલ, છોટાઉદેપુર, આણંદમાં ભારે વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં 8.1 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 5.1 ઈંચ વરસાદ નોંધાયો છે. આણંદના પેટલાદમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડામાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. ત્યારે 9 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 18 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. 29 તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જાંબુઘોડામાં ગત સાંજથી વરસાદ ખાબક્યો. છેલ્લા 24 કલાકમાં જાંબુઘોડામાં 8 ઈંચ વરસાદ નોંધાયો. હાલોલ તાલુકામાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો. કાલોલ અને ઘોઘંબામાં પણ 1-1 ઈંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી તમામ નદી, નાળા, તળાવો છલકાયા.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
