<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

દાહોદ જિલ્લામાં સવારથી મેઘમહેર : ઝાલોદ, ધાનપુર અને ફતેપુરા વિસ્તારમાં વરસાદ

દાહોદ-ગોદીરોડ વિસ્તારને જોડતા અંડરબ્રિજમાં પાણી ભરાયા: અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી

 

દાહોદમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થઇ છે. ઝાલોદ, ધાનપુર, ફતેપુરા વિસ્તારમાં વરસાદ પડ્યો. દાહોદ શહેરમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે. વરસાદના કારણે અંડરબ્રિજમાં પાણી ભરાયા. દાહોદ-ગોદીરોડ વિસ્તારને જોડતા અંડરબ્રિજમાં પાણી ભરાયા. અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઇ છે, ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

(3:55 PM IST)