તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
આ અઠવાડીયે ૨ થી ૪ તો સિમિત વિસ્તારમાં ૮ ઈંચથી વધુ વરસશે
વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૨૧ જુનથી તા.૨૮ જુન સુધીની આગાહીઃ આગાહી સમયમાં ૫૦ થી ૧૦૦ મી.મી. તો ભારે વરસાદવાળા સેન્ટરોમાં કુલ વરસાદ ૨૦૦મી.મી કે તેનાથી વધુ વરસી જાયઃ વરસાદનો એકથી વધુ રાઉન્ડ આવશે

રાજકોટઃ મેઘરાજાનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. આવતા અઠવાડીયે ૨ થી ૪ ઈંચ તો સિમિત વિસ્તારોમાં ૮ ઈંચ કે તેનાથી વધુ વરસાદ પડશે. તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.
તેઓએ જણાવેલ કે હાલની હવામાનની પરિસ્થિતિ જોઈએ તો મોન્સૂનની ઉત્તર સીમા (Northern Limit of Monsoon – NLM): 25.0°N/60.0°E, 25.0°N/65.0°E, 25.5°N/70.0°E, Jaipur, Agra, Rampur, Dehradun, Shimla, Manali, અને 33.5°N/79.0°E.
મોન્સૂન પ્રગતિ પૂર્વાનુમાન હાલની પરિસ્થિતિઓ દર્શાવે છે કે આગામી બે દિવસમાં મોસમ પૂર્વ દક્ષિણ પヘમિ મોન્સૂન આગળ વધવા માટે અનુકૂળ છે. North Arabian Seaના બાકીના ભાગોમાં રાજકસ્થાનના વધુ કેટલાક ભાગોમાં, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉતરાખંડ અને હિમાચલ પ્રદેશના બાકીના ભાગોમાં, જમ્મુ કશ્મીર, ગિલગિટ, મુઝફરાબાદ અને લદાકના કેટલાક ભાગોમાં પછીના બે દિવસોમાં, દક્ષિણ પヘમિ મોન્સૂન માટે નીચેના વિસ્તારોમાં પણ આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે.
જમ્મુ કાશ્મીર, લડાકના બાકીના ભાગોમાં, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીનાકેટલાક ભાગોમાં
હાલના પરિબળોઃ એક લો પ્રેશર હાલ સાઉથવેસ્ટ બિહાર અને નેબરહૂડ પર સ્થિત છે, જેનાથી જોડાયેલું અપર એર સાયકલોનિક સરક્યુલેશન મધ્યમ ટ્રોપોસ્ફેરિક સ્તરે ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝૂકી રહ્યું છે. આગામી ૧૨ કલાકમાં તે ધીમે ધીમે ઉત્તરપヘમિ તરફ ખસીને નબળું પડી શકે છે.
એક અપર એર સાયકલોનિક સરક્યુલેશન નોર્થઈસ્ટ રાજસ્થાન અને નેબરહૂડ પર લોઅર ટ્રોપોસ્ફેરીક લેવાલ પર કાર્યરત છે.
એક ટ્રફનોર્થઈસ્ટ બાંગ્લાદેશથી લઈને લો પ્રેશર સુધી ફેલાયેલો છે, જે પસાર થાય છે.
દક્ષિણ પヘમિ બિહાર પર આવેલા લો પ્રેશરના સંબંધિત સાયકોલોનિક સરક્યુલેશન મધ્યપ્રદેશના ભાગમાંથી
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ તા.૨૧ જૂન સુધીની આગાહી કરતાં જણાવે છે કે દક્ષિણ ગુજરાતથી કેરળ કોસ્ટ સુધીનો ઓફશોર ટફ કેટલીક વાર સક્રિય રહેશે અને મોન્સૂન ગતિવિધિને સપોર્ટ આપશે.
925 hPa Level: મોન્સૂન low સામાન્ય કરતા ઉત્તરે સ્થિર રહેશે અને Poorva Bharatથી North India સુધી વિસ્તળત રહેશે. 850 hPa Level:
East India થી Gujarat તરફ East–West shear zone અથવા cyclonic circulatio વિકસવાની શકયતા છે, જે વરસાદની વિતરણ પધ્ધતિને અસર કરશે.
700hPa Level (મુખ્ય Synoptic સ્તર) ૨૨ જૂનઃ બિહારથી ગુજરાત સુધી વિસ્થાપિત થયેલું વિશાળ સાયકલોનિક સરક્યુલેશન જોવા મળવાની શકયતા.
૨૫ જૂન આસપાસ ગંગેટોક પヘમિ બંગાળ અને નેબરહુડ પર એક નવી અપરએર સાયકલોનિક સરક્યુલેશન વિકસવાની શક્યતા છે. ૨૬ જુને બિહાર-પヘમિ બંગાળ ઉપરનું યુએસી ધીમે ધીમે ગુજરાત તરફ ખસતું જશે.ે બહોળું સર્ક્યુલેશન થશે.
૨૭ જુન સુધીમા આ વિશાળ સકર્યુલેશન સંકોચાઈને, મધ્યપ્રદેશ અને ગુજરાત નજીક વધુ કેન્દ્રીત થઈ શકે છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માટે તા.૨૧ થી ૨૮ જુન સુધી વરસાદનું પુર્વાનુમાન કરતા અશોકભાઈ પટેલ જણાવે છે કે કેટલાક દિવસોમાં છૂટો છવાયો હળવો થી મધ્યમ વરસાદ (10 to 35 mm) થઈ શકે છે. અન્ય દિવસોમાં ઠીક ઠીક વ્યાપક વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ (10 to 35 mm) થવાની શકયતા છે. સમગ્ર વિસ્તાર માટે કુલ વરસાદ 50 mm થી 100 mm ની વચ્ચે રહી શકે છે. અલગ અલગ સીમિત વિસ્તારોમાં કેટલાક દિવસો દરમિયાન ભારે વરસાદ (35 to 100 mm) પડી શકે છે. ભારે વરસાદ વાળા સેન્ટરો માં (ખાસ કરીને જ્યાં ભારે વરસાદ વારંવાર થાય છે), ત્યાં કુલ વરસાદ 200 mm કરતાં વધુ થઈ શકે છે.(૪૦.૩૪)
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
