તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
જાંબુઘોડા ૮ - જેતપુરપાવી ૫- પેટલાદમાં ૩.૫ ઇંચ વરસાદ
પૂર્વ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાનો મુકામ... દક્ષિણ ગુજરાતમાં કપરાડામાં ૩ ઇંચ, ઝઘડિયા ૨.૫ ઇંચ વરસાદ ....

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ ચોમાસાની આ સીઝનમાં શરૂવાત થી જ મેઘરાજાનો આક્રમક પરચો જોવા મળી રહ્યો છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે મેઘરાજા એ પૂર્વ અને મધ્ય ગુજરાતમાં મુકામ કર્યાનુ જણાય છે.
આમ તો મેઘરાજા એ પોરો ખાધાનુ લાગે છે પરંતુ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૫ જીલ્લાના ૮૧ તાલુકા ઓ માં હળવો થી ૮ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, અને આજે પણ મેઘરાજા જાણે વિરામ ઉપર હોય તેમ લાગે છે.
ફ્લડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડાને જોઈએ તો જાંબુઘોડા ૨૦૫ મીમી, જેતપુરપાવી ૧૨૯ મીમી, પેટલાદ ૯૦ મીમી, કપરાડા ૭૬ મીમી, તારાપુર અને હાલોલ ૬૮ મીમી, બોરસદ ૬૩ મીમી, ઝઘડિયા ૬૨ મીમી, આણંદ ૫૨ મીમી, ઉમરગામ ૪૮ મીમી, છોટાઉદેપુર ૪૬ મીમી, વડોદરા ૩૮ મીમી, આંકલાવ ૩૫ મીમી, બોડેલી ૩૪ મીમી, વાઘોડિયા ૩૧ મીમી, કલોલ ૨૮ મીમી, ઘોઘંબા ૨૬ મીમી, વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત રાજ્યના ૬૩ તાલુકા ઓ માં ૧ થી ૨૪ મીમી સુધીનો હળવો વરસાદ નોંધાયો છે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
