<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

ગાંધીનગરના સેન્‍ટ્રલ વિસ્‍ટા ગાર્ડનમાં યોગાભ્‍યાસ

 

રાજકોટઃ આજે ગાંધીનગરના સેન્‍ટ્રલ વિસ્‍ટા ગાર્ડન ખાતે ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્‍યક્ષતામાં અને મહિલા-બાળ કલ્‍યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની ગરિમામય ઉપસ્‍થિતિમાં ૧૧માં ‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ'ની ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત યોગ બોર્ડ અને ગાંધીનગર મહાનગરપાલિકાના સંયુક્‍ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં એક સાથે અંદાજે ૩ હજાર જેટલા શહેરીજનોએ ભાગ લઈને વિવિધ યોગાભ્‍યાસ કર્યા હતા. ‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ' નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ વિશાખાપટ્ટનમથી વર્ચ્‍યુઅલી સંબોધન કરી દેશવાસીઓને યોગદિનની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ધારાસભ્‍ય સર્વે રીટાબેન પટેલ અને અલ્‍પેશભાઈ ઠાકોર, ડે. મેયર શ્રી નટવરજી ઠાકોર, સંગઠન શહેર પ્રમુખ શ્રી આશિષભાઈ દવે, સંગઠન મહામંત્રીશ્રીઓ, મ્‍યુ.કમિશનરશ્રી, નાયબ મ્‍યુ.કમિશનરશ્રી, ગાંધીનગર મહાનગરપાલિકાના કાઉન્‍સિલરશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, અગ્રણીઓ અને યોગપ્રેમી યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ સહિત શહેરીજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:17 PM IST)