તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
શિક્ષણ સહાયક ભરતી ૨૦૨૪ : સરકારી અને બિનસરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે મહત્વની સૂચના – બંનેમાં ફાળવણી પામેલા ઉમેદવારોએ એક વિકલ્પ પસંદ કરવો પડશે!
પ્રોવિઝનલ શાળા ફાળવણી બાદ રિપીટેશન ટાળવા અને વધુ ઉમેદવારોને તક આપવા સરકારી અને બિનસરકારી શાળામાંથી કોઈ એકની પસંદગી ફરજિયાત : પસંદગી ન કરનાર ઉમેદવારને સમિતિ દ્વારા એક શાળા ફાળવી દેવાશે

ગાંધીનગર: રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અંતર્ગત મહત્વની સૂચના બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં વધુમાં વધુ લાયકાત ધરાવતા ઉમેદવારોને શિક્ષણ સહાયક તરીકે જોડાઈ શકે તે હેતુથી ૬ જૂન ૨૦૨૫ થી ૧૦ જૂન ૨૦૨૫ સુધી ઓનલાઈન શાળા પસંદગી એકસાથે આપવામાં આવી હતી. ઉમેદવારો દ્વારા આપવામાં આવેલી શાળા પસંદગી અને મેરિટ કમ પ્રેફરન્સ મુજબ આજે, ૨૧ જૂન ૨૦૨૫ ના રોજ કામચલાઉ શાળા ફાળવણી (Provisional School Allotment) જાહેર કરવામાં આવી છે.
બંને ભરતીમાં ફાળવણી પામેલા ઉમેદવારો માટે ખાસ નિર્દેશ:
આ કામચલાઉ ફાળવણીમાં કેટલાક એવા ઉમેદવારો પણ છે, જેમને મેરિટ કમ પ્રેફરન્સ મુજબ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ – એમ બંને ભરતીમાં શાળા ફાળવણી થયેલ છે. આવા ઉમેદવારોએ બંને ભરતીમાંથી જે ભરતીમાં ફળવાયેલ શાળા તેમને વધુ અનુકૂળ હોય, તે ભરતીની શાળામાં હાજર થવા માટે સંમતિ આપવાની રહેશે. આ સાથે, તેમણે પસંદ કરેલ ભરતી સિવાયની બીજી ભરતીમાંથી પોતાની ઉમેદવારીનો હક જતો કરવાનો રહેશે.
મહત્વપૂર્ણ નોંધ:
* કામચલાઉ શાળા ફાળવણીમાં સમાવેશ થવાથી નિમણૂકનો હક પ્રસ્થાપિત થતો નથી. આ માત્ર એક પ્રાથમિક ફાળવણી છે.
* સરકારનો ઉદ્દેશ્ય ક્રમિક ભરતી દ્વારા રિપીટેશન અટકાવીને મહત્તમ ઉમેદવારોને ભરતીમાં સમાવવાનો છે.
* જે ઉમેદવારો બંને ભરતીમાં ફાળવણી પામ્યા છે અને જે ભરતીની ઉમેદવારીનો હક જતો કરવા માટે સંમતિ આપશે, તે ભરતીમાંથી તે ઉમેદવારોને બાકાત રાખવામાં આવશે.
* ત્યારબાદ, બાકી રહેલા ઉમેદવારોને મેરિટ કમ પ્રેફરન્સ મુજબ શાળા ફાળવણીનો લાભ આપી FINAL ALLOTMENT કરવામાં આવશે.
* FINAL ALLOTMENT માં ફળવાયેલ શાળામાં ઉમેદવારોને નિમણૂક આપવા અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
પસંદગી ન કરનાર ઉમેદવારો માટે:
ઉપરોક્ત સૂચવેલ પ્રક્રિયા મુજબ, જે ઉમેદવારોએ હાજર થવા માટેની કોઈ પણ એક ભરતીની ઓનલાઈન પસંદગી નહીં આપી હોય, તેવા ઉમેદવારોને ભરતી પસંદગી સમિતિ દ્વારા સ્વેચ્છાએ એક ભરતીમાં શાળા ફાળવવામાં આવશે અને અન્ય ભરતીની ઉમેદવારી બાદ કરવામાં આવશે. દરેક ઉમેદવારે આ બાબત સ્વીકારવાની રહેશે. ત્યારબાદ, આ બાબતે કોઈ પણ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં, જેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
