<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

ગરૂડેશ્વરના બોરઉતાર ગામથી ૧૦ જુગારીને રૂ.૧,૧૨, ૫૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી. ટીમ નર્મદા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિને નેસ્તો નાબુદ કરવાની કડક સુચના આપતા આર.જી.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓએ જુગારના કેસો શોધી કાઢવાની એલ.સી.બી.ના સ્ટાફને સુચના આપતા એલ.સી.બી. ટીમના પોલીસ માણસો ગરૂડેશ્વર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ. વિજયભાઇ ગુલાબસીંગ એલ.સી.બી. નર્મદાનાઓએને ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે, ગરૂડેશ્વર પો.સ્ટે. વિસ્તારના બોરઉતાર ગામે સ્ટ્રીટ લાઇટ નીચે કેટલાંક ઇસમો હારજીતનો જુગાર રમે છે જે બાતમી ના આધારે એલ.સી.બી.ના પોલીસ સ્ટાફના પોલીસ માણસો બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ત્યાં કેટલાક શખ્શો હાર જીતનો જુગાર રમતા હોય જે કુલ-૧૦ જુગારીયાઓને ઝડપી તેમની અંગઝડતી તેમજ દાવ ઉપરના રોકડ મળી કિ.રૂ.૪૧,૫૧૦/- તથા મોબાઇલ નંગ-૯ કિ.રૂ.૪૧,૦૦૦/- તથા મોટર સાયકલ નંગ-૧ કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૧,૧૨,૫૧૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી ગરૂડેશ્વર પો.સ્ટે.માં ગુનો રજીસ્ટાર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

   પકડાયેલ આરોપીઓ : (৭) દિલીપભાઇ ગોપાલભાઇ ભીલ (રહે. ધામસીયા તા.નસવાડી જી.છોટાઉદેપુર ) (२) કમલેશભાઇ લલ્લુભાઇ તડવી( રહે. કુકાવટી તા.નસવાડી જી.છોટાઉદેપુર ) (૩) યુવરાજસિંહ જશવંતસિંહ ચૌહાણ( રહે. ભાખા તા.નસવાડી જી.છોટાઉદેપુર ) (૪) મિહીરકુમાર વિરૂભાઇ તડવી (રહે. નસવાડી તા.નસવાડી જી.છોટાઉદેપુર) (૫) વાસુદેવભાઇ રમણભાઇ ભીલ (રહે. ગોધામ તા.તિલકવાડા જી.નર્મદા) (૬) જયકુમાર અનિલભાઇ ભીલ( રહે. ખોડીયા તા.નસવાડી જી.છોટાઉદેપુર ) (७) હિતેશભાઇ મહેન્દ્રભાઇ તડવી (રહે. પોચંચા તા.નસવાડી જી.છોટાઉદેપુર ) (૮) મુકેશભાઇ જયંતીભાઇ ભીલ (રહે. તણખલા તા.નસવાડી જી.છોટાઉદેપુર) (૯) નિલેશભાઇ રમણભાઇ ભીલ( રહે. જાબુઘોડા તા.નસવાડી જી .છોટાઉદેપુર ) (૧૦) અમરસીંગ ભયજીભાઇ ભીલ (રહે. જાંબુઘોડા તા.નસવાડી જી.છોટાઉદેપુર ) નો સમાવેશ થાય છે


 

(9:48 PM IST)