News of Saturday, 21st June 2025
અરવલ્લીમાં મેઘરાજાએ ભુક્કા બોલાવ્યા : બેફામ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ
ભારે વરસાદ બાદ મોડાસા શહેરના રસ્તાઓ પર નદીઓ વહેતી: ગાજણ, લિંભોઈ, ઈટાડી, મદાહેવપુરા, મેઢાસણમાં વરસાદ : માર્કેટયાર્ડ પણ જાણે બેટમાં ફરેવાયું હોય તેમ પાણી ફરી વળ્યા: મેઘરજના આંબાવાડીમાં પણ જળબંબાકારની સ્થિતિ

અરવલ્લીમાં તો મેઘરાજા જાણે ભૂક્કા કાઢવા જ વરસી રહ્યા હોય તેમ બેફામ વરસ્યા. મોડાસા શહેરથી લઈ ગ્રામ્ય પંથકમાં પ્રચંડ ગાજવીજ સાથે મેઘો મૂશળધાર થઈ વરસ્યો. ભારે વરસાદ બાદ મોડાસા શહેરના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવું લાગી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારની જો વાત કરીએ તો ગાજણ, લિંભોઈ, ઈટાડી, મદાહેવપુરા, મેઢાસણમાં વરસાદ વરસ્યો. પ્રચંડ ગાજવીજ સાથે ભારે વરસાદના કારણે માર્કેટયાર્ડ પણ જાણે બેટમાં ફરેવાયું હોય તેમ પાણી ફરી વળ્યા હતા
. વરસાદી પાણી ભરાતા વેપારીઓ, ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. માર્કેટયાર્ડમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છતાં. કોઈ ઉકેલ ન આવતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. મેઘરજના આંબાવાડીમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મોડાસા ચાર રસ્તા પાસે વરસાદી પાણી ફરી વળ્યા હતા. અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. એક તરફ વરસાદના આગમથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો બીજી તરફ જળબંબાકારની સ્થિતિને પગલે લોકો તંત્ર સામે આક્રોશમાં છે.
(11:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
