<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

છોટા ઉદેપુર નેશનલ હાઈવે નંબર 56 પર જેતપુર પાવી પાસે ભારજ નદી પરનું ડાયવર્ઝન પ્રથમ વરસાદમાં ધોવાયું

4 કરોડથી વધુના ખર્ચે બનાવેલા ડાયવર્ઝનના રોડ પર ગાબડું પડતા તમામ વાહનોની અવરજવર બંધ કરાઈ

છોટા ઉદેપુર નેશનલ હાઈવે નંબર 56 પર જેતપુર પાવી પાસે ભારજ નદી પરનું ડાયવર્ઝન પ્રથમ વરસાદમાં જ ધોવાયું. જેના કારણે આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. 4 કરોડથી વધુના ખર્ચે બનાવેલા ડાયવર્ઝનના રોડ પર ગાબડું પડતા તમામ વાહનોની અવરજવર બંધ કરાઈ છે. હવે રાહદારીઓને 40 કિલોમીટર ચાલીને રસ્તો પસાર કરવાનો વારો આવ્યો છે. જોકે જિલ્લા કલેક્ટરને જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતુ.

(11:19 PM IST)