<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

૮૩ર૬ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાનઃ સવારે ૧૧ વાગ્‍યા સુધીમાં રર થી ર૭ ટકા મતદાન

૭પ૧ પંચાયતો બિનહરીફ જાહેર થઇ ચુકી છે, રાજયભરમાં કુલ ૩,૬પ૬ અને ૧૬,રર૪ સભ્‍યો ચૂંટાશેઃ રપ જુને પરિણામો

અમદાવાદઃ રાજ્યમાં ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટાચૂંટણીઓ માટે આજે મતદાન હાથ ધરાયું છે. .આજે 8,326 ગ્રામ પંચાયતોમાં ઉમેદવારોનું ભાવી મતદારો બેલેટ પેપરથી નક્કી કરશે. રાજ્યના લગભગ 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણીઓના પરિણામો 25 જૂને જાહેર કરવામાં આવશે. કડી અને વિસાવદર વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણીને કારણે કડી, જોટાણા, ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય અને બગસરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી નહીં યોજાય

ચૂંટણી પંચના ડેટા અનુસાર, કુલ 4,564 ગ્રામ પંચાયતોમાંથી 751 પંચાયતો બિનહરીફ જાહેર કરવામાં આવી છે, જ્યારે 272 પંચાયતોમાં ઉમેદવારોના અભાવે બેઠકો ખાલી રહી છે. આમ, સામાન્ય, વિભાગીય અને મધ્યસત્ર ચૂંટણીઓ માટે કુલ 3,541 પંચાયતોમાં અને પેટાચૂંટણીઓ માટે 353 પંચાયતોમાં મતદાન યોજાયું છે.. રાજ્યભરમાં કુલ 3,656 સરપંચ અને 16,224 સભ્યો ચૂંટાશે.

મતદાન પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે રાજ્યભરમાં ૧૦,૪૭૯ મતદાન મથકો પર વ્યવસ્થા કરવામાં આવી છે. આમાંથી ૩,૯૩૯ને સંવેદનશીલ અને ૩૩૬ને અતિસંવેદનશીલ કેન્દ્રો જાહેર કરાયા છે. મતદારો માટે EPIC કાર્ડ ફરજિયાત રહેશે, જો કે, અપવાદરૂપ સંજોગોમાં, ૧૪ માન્ય ઓળખ દસ્તાવેજોમાંથી કોઈપણ સાથે મતદાન કરી શકાય છે.

મતદાન બેલેટ પેપર દ્વારા કરવામાં આવી રહ્યું છે.. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ ફોર્સ અને પેટ્રોલિંગ ટીમો તૈનાત કરવામાં આવી છે..

૧૪૦૦ પંચાયતોનો કાર્યકાળ ૩૦ જૂને સમાપ્ત થશે. નોંધનીય છે કે ગુજરાતમાં 4,000 થી વધુ ગ્રામ પંચાયતો છેલ્લા ત્રણ વર્ષથી વહીવટી શાસન હેઠળ છે અને 30 જૂન, 2025 ના રોજ અન્ય 1,400 પંચાયતોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. આ ચૂંટણીઓ 27% OBC, 14% ST અને 7% SC અનામત બેઠકો છે, જે ગુજરાત સરકારના ઓગસ્ટ 2023 ના નિર્ણય અને ન્યાયાધીશ ઝવેરી કમિશનની ભલામણો અનુસાર છે.

(2:05 PM IST)