<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

ગ્રામ પંચાયતની ચૂંટણી બપોરે ૧.૩૦ વાગ્‍યા સુધીમાં સરપંચદ માટે ર૩.રપ ટકા અને સભ્‍ય પદ માટે ૧૯.ર૧ ટકા મતદાન : જુઓ સંપૂર્ણ યાદી

રાજકોટ જિલ્‍લામાં સરપંચ પદ માટે ર૭.૧ર અને સભ્‍યપદ માટે રપ.૮૪ ટકા, જુનાગઢમાં ર૪.૮૪ અને ર૪.૭૩ તો સુરેન્‍દ્રનગરમાં અનુક્રમે ર૪.૪૯ અને ર૬.૬૮ ટકા મતદાન

અમદાવાદઃ  રાજ્ય ચૂંટણી આયોગે કુલ 8326 ગ્રામ પંચાયતોની  માન્ય/વિભાજન/ મધ્યસત્ર /પેટા ચૂંટણી માટે તા.28-05-2025ના રોજ કાર્યક્રમ જાહેર કર્યો હતો. કડી તથા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીઓને ધ્યાને રાખી કડી,જોટાણા, ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય તથા બગસરા તાલુકાઓની ચૂંટણી હેઠળની તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ રદ કરવામાં આવી છે. આજે વિવિધ ગ્રામ પંયાયતોમાં થયેલા મતદાનની જિલ્લાવાર વિગતો અહીં આપવામાં આવી છે. જેની નીચે કોષ્ટકમાં છે. જેમાં સરપંચ પંદ માટે અને સભ્ય પદ માટે કેટલા ટકા મતદાન થયું તે જણાવવામાં આવ્યું છે. આ આંકડો દર કલાકે અપડેટ કરવામાં આવી રહ્યો છે. આજે 12 વાગ્યા સુધીમાં સરપંચ પદ માટે 23.25 ટકા અને સભ્ય પદ માટે 19.21 ટકા મતદાન થયું છે.

(2:06 PM IST)