તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd June 2025
વડોદરાની સરકારી શાળામાં બાળકોનું એડમિશન મેળવવા વાલીઓ પડાપડી
કવિ દુલા કાગ પ્રાથમિક શાળામાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના મળીને 250થી વધુ વિદ્યાર્થીઓ વેઈટિંગમાં :ખાનગી શાળાઓની મોંઘીદાટ ફીથી વાલીઓ પરેશાન

વડોદરાની સરકારી શાળામાં બાળકોનું એડમિશન મેળવવા વાલીઓ પડાપડી કરી રહ્યા છે. ખાનગી શાળાના પ્રભુત્વની વચ્ચે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં વેઇટિંગ જોવા મળી રહ્યું છે. હાલ કવિ દુલા કાગ પ્રાથમિક શાળામાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના મળીને 250થી વધુ વિદ્યાર્થીઓ વેઈટિંગમાં છે.
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સરકારી શાળાઓને સુવિધાઓથી સજ્જ કરાઈ છે. ખાનગી શાળાઓની મોંઘીદાટ ફીથી વાલીઓ પરેશાન છે. ત્યારે વાલીઓમાં ખાનગી શાળાનો મોહ ઉતરી રહ્યો છે.. સરકારી શાળાઓમાં ખાનગી શાળા કરતાં પણ વધારે સારું શિક્ષણ અપાઈ રહ્યું હોવાનો વાલીઓનો મત છે. જેથી વાલીઓ બાળકોને અહીં એડમિશન અપાવવા માંગે છે.. જેના કારણે શિક્ષણ સમિતિની ચાર જેટલી શાળાઓમાં 500 વેઇટિંગ જોવા મળી રહ્યું છે.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
