<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

ભારે વરસાદના કારણે વડગામમાં અનેક ખેતરો બેટમાં ફેરવાયા : હડમતીયાથી સરદારપુરાના રસ્તો બંધ

સરદારપુરાના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા : ધોધમાર વરસાદથી ખેતરોમાં ઢીંચણ સમા પાણી ભરાયા

ગુજરાતમાં આજે રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. ગુજરાતમાં ચોમાસાએ ધમકેદાર શરૂઆત કરી છે. ગઈ રાત્રે એટલે કે શનિવારની મોડી રાત્રે બનાસકાંઠાના દાતામાં નવ ઈંચ જેટલો ભારે વરસાદ પડતા ચોમેર પાણી પાણી થઈ ગયુ છે.  
બનાસકાંઠા જિલ્લામાં પડેલા વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વડગામના સરદારપુરાના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ધોધમાર વરસાદથી ખેતરોમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે. અર્જુની નદીના પાણીના વહેણના કારણે વડગામના હડમતીયાથી સરદારપુરાના રસ્તો થયો બંધ થઈ જવા પામ્યો છે. રસ્તો બંધ થતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે .

(4:44 PM IST)