તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd June 2025
અમીરગઢ ઈકબાલગઢ પંથકમાં ધોધમાર વરસાદ :એપીએમસીમાં ઢીચણ સુધી ભરાયા પાણી
ઈકબાલગઢ, ઝાંઝરવા, ઢોલીયા, આંબાપાણી, ગોળીયા ડેરી સહીતના વિસ્તારમાં રાત્રે ભારે વરસાદ ખાબક્યો

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ઈકબાલગઢ પંથકમાં વરસાદ વરસ્યો છે. જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઈકબાલગઢ, ઝાંઝરવા, ઢોલીયા, આંબાપાણી, ગોળીયા ડેરી સહીતના વિસ્તારમાં રાત્રીના સમયે ભારે વરસાદ વરસ્યો હતો. ઈકબાલગઢ એપીએમસીમાં પાણી ભરાયા હતા. ઢીચણ સમા પાણી ભરાતા વેપારીઓ પરેશાન થયા છે. હાઇવે ઓથોરિટી ની લાપરવાહીને કારણે એપીએમસીમાં પાણી ભરાયા હોવાનો વેપારીઓ આક્ષેપ કરી રહ્યાં છે.
(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
