<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

નર્મદા જિલ્લામાં 112 ગ્રામપંચાયતોની ચૂંટણી માટે મતદાન: ગામડાઓમાં મતદારોમાં ઉત્સાહ

જિલ્લામાં 60 સરપંચો અને 532 વોર્ડ સભ્યોનુ ભાવી નક્કી થશે. 1,37,147 જેટલા મતદારો મત આપી પોતાના ઉમેદવાર ને મત આપી ચૂંટશે

નર્મદા જિલ્લામાં આજે 112 ગ્રામપંચાયતોની ચૂંટણી માટેનું મતદાન નોંધાયું છે. બપોરે 1 વાગ્યા સુધી 40 ટકા મતદાન નોંધાયું છે. બપોરે 12 પછી મતદારોની લાઈનો લાગી છે. ગામડાઓમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. પાંચ વર્ષ બાદ પુનઃ બેલેટ પેપરો માટે મતપેટીઓ નીકળી છે. બેલેટ પેપર દ્વારા મતદાન થઈ રહ્યું છે.જિલ્લામાં 60 સરપંચો અને 532 વોર્ડ સભ્યોનુ ભાવી આજે નક્કી થશે. 1,37,147 જેટલા મતદારો મત આપી પોતાના ઉમેદવાર ને મત આપી ચૂંટશે

તમામ મથકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે.

 

(5:48 PM IST)