<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

બનાસકાંઠામાં સાંસદ ગેનીબેન ઠાકોરે તેમના ગામ અબાસણામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો

સુરતમાં મંત્રી મુકેશ પટેલે ઓલપાડના નઘોઈ ગામે અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે તેમના વતન બીયોક ગામમાં મતદાન કર્યું

અમદાવાદ :સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મતદાન થઈ રહ્યું છે.ત્યારે આ વચ્ચે બનાસકાંઠામાં સાંસદ ગેનીબેન ઠાકોરે તેમના ગામ અબાસણામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો આ તરફ સુરતમાં મંત્રી મુકેશ પટેલે ઓલપાડના નઘોઈ ગામે મતદાન કર્યું હતું.મુકેશ પટેલે તેમના પરીવાર સાથે મતદાન કર્યું.તો આ તરફ બનાસકાંઠાના વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે તેમના વતન બીયોક ગામમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.સ્વરૂપજી ઠાકોરે ધારાસભ્ય બન્યા બાદ પ્રથમ વખત મતદાન કર્યું.તમામ નેતાઓએ રાજ્યના લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.

 


 

(5:51 PM IST)