તા. ૮ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ સુદ – ૧૪ શુક્રવાર
News of Sunday, 22nd June 2025
ખેડા: ઠાસરામાં પૂર્વ ધારાસભ્ય અને અમૂલના ચેરમેન રામસિંહ પરમારે કર્યું મતદાન
વણોતી ગ્રામપંચાયતમાં મગનભુલાના મુવાડા પ્રાથમિક શાળામાં રામસિંહ પરમાર અને તેમના પુત્ર યોગેન્દ્રસિંહ પરમાર સામાન્ય મતદારની જેમ લાઇનમાં ઉભા રહી મતદાન કર્યું

ખેડાના ઠાસરામાં પૂર્વ ધારાસભ્ય અને અમૂલના ચેરમેન રામસિંહ પરમારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. સાથે જ તેમના પુત્ર અને ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારે પણ મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી.. વણોતી ગ્રામપંચાયતમાં મગનભુલાના મુવાડા પ્રાથમિક શાળામાં રામસિંહ પરમાર અને તેમના પુત્ર યોગેન્દ્રસિંહ પરમાર સામાન્ય મતદારની જેમ લાઇનમાં ઉભા રહી મતદાન કર્યું હતું. એક સાથે પિતા પુત્રે મતદાન કરતા મતદારોના ઉત્સાહમાં પણ વધારો જોવા મળ્યો હતો.
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
