હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 22nd June 2025
ભરૂચમાં વરસતા વરસાદમાં પણ મતદારોમાં ભારે ઉત્સાહ: લોકો ઉત્સાહભેર મતદાન મથકે પહોંચ્યા
અશક્ત વૃદ્ધ મહિલાને પોલીસે મતદાન મથક સુધી પહોંચાડ્યા: તવરા ગ્રામ પંચાયતની બેઠક પર મતદારોની લાંબી કતાર જામી

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે 8,326 ગ્રામ પંચાયતો માટે સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં 22મી જૂને સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે ભરૂચમાં વરસતા વરસાદમાં પણ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાલુ વરસાદે પણ લોકો મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા છે. મતદાન મથક પર પોલીસની સરહાનીય કામગીરી જોવા મળી છે. અશક્ત વૃદ્ધ મહિલાને પોલીસે મતદાન મથક સુધી પહોંચાડ્યા છે. તવરા ગ્રામ પંચાયતની બેઠક પર મતદારોની લાંબી કતાર જામી છે.
(5:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
