હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 22nd June 2025
સુરત ગ્રામ્યમાં વરસાદને કારણે અનેક મતદારો મુશ્કેલીમાં મુકાયા
માંગરોળની 17 ગ્રામ પંચાયતની પેટાચૂંટણીના મતદાનમાં વરસાદ વિઘ્નરૂપ સાબિત થયો

સુરત ગ્રામ્યમાં વરસાદ મતદારો માટે આફતરૂપ બન્યો છે. વરસાદને કારણે અનેક મતદારો મુશ્કેલીમાં મુકાયા છે. મતદારોને મતદાન મથક ખાતે પહોંચવામાં હાલાકી થઈ છે. માંગરોળની 17 ગ્રામ પંચાયતની પેટાચૂંટણીના મતદાનમાં વરસાદ વિઘ્નરૂપ સાબિત થયો છે. મતદારોએ મતદાન માટેનો સમય અયોગ્ય ગણાવ્યો છે. મતદારોના જણાવ્યા મુજબ ચૂંટણીપંચનો વરસાદમાં ચૂંટણી યોજવાનો નિર્ણય અયોગ્ય છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે વહીવટી તંત્ર સજ્જ છે. દરેક મતદાન મથક પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
