<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

સંતરામપુર બાયપાસ રોડ પર ટ્રક અને તુફાન વચ્ચે ગમખ્વાર અકસ્માત: 2 લોકોના ઘટના સ્થળે મોત

તુફાન ગાડીમાં સવાર 14ને ગંભીર ઇજાઓ પહોંચી: અકસ્માતમાં તુફાન ગાડી ચૂરેચૂરા થઈ ગઈ :પોલીસને જાણ કરતા ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

મહીસાગર જિલ્લાના સંતરામપુર બાયપાસ રોડ પર ટ્રક અને તુફાન ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 લોકોના ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યાં છે. જ્યારે તુફાન ગાડીમાં સવાર 14ને ગંભીર ઇજાઓ પહોંચી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. 

અકસ્માતમાં તુફાન ગાડી ચૂરેચૂરા થઈ ગઈ છે. અકસ્માત સર્જાતા તાત્કાલિક ધોરણે લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તરત જ પોલીસને જાણ કરતા ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્તથતી માહિતી અનુસાર સંતરામપુર બાયપાસ રોડ પર ટ્રક અને તુફાન ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો છે. તુફાન ગાડીમાં સવાર 14 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. જો કે સંતરામપુરમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(6:27 PM IST)