<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

પંચમહાલની 27 ગ્રામ પંચાયતોમાં હાલ સુધી 65% મતદાન નોંધાયું

સરાડીયા ગ્રામ પંચાયતની ચુંટણીમાં માત્ર એક જ મતદાન મથક હોવાથી મતદારો પરેશાન થયા

પંચમહાલના શહેરા તાલુકાની ૨૭ ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઇ રહ્યું છે. ૨૭ ગ્રામ પંચાયતમાં ૬૫ ટકા મતદાન થયું છે. સરાડીયા ગ્રામ પંચાયતમાં સરપંચ અને વોર્ડ સભ્યોની ચુંટણી માટે ૧૧૩૪ જેવું મતદાન હોવાથી મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. સરાડીયા ગ્રામ પંચાયતની ચુંટણીમાં માત્ર એક જ મતદાન મથક હોવાથી મતદારો પરેશાન થયા હતા.

મતદાન પૂર્ણ થવાને માત્ર એક કલાક બાકી હોવા છતાં મતદારોની લાંબી કતારો લાગેલી જોવા મળી હતી. મતદાનનો સમય પૂર્ણ થયા બાદ પણ એક કલાકથી વધુ સમય સુધી મતદાન ચાલે તેવી શક્યતા વર્તાઈ રહી છે. ચુંટણી અધિકારીને બે મતદાન મથક ફાળવવા રજૂઆત કરવા છતાં એક મતદાન મથક ફાળવાયું છે.

 

(6:29 PM IST)