ગુજરાતમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય : ભારેથી અતિભારે વરસાદની આગાહી : 7 જિલ્લામાં રેડ એલર્ટ : 22 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી સાત દિવસ ગુજરાત માટે ખુબ જ ભારે છે. ગુજરાતમાં વરસાદ ધમાકેદાર બેટિંગ કરે તેવી શક્યતા: કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રની તૈયારી

અમદાવાદ : રાજયના સાત જિલ્લાઓમાં રેડ, 22 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે ગુજરાતમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થવાનાં કારણે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે તંત્ર પણ કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ ગુજરાત માટે ખુબ જ ભારે છે. ગુજરાતમાં વરસાદ ધમાકેદાર બેટિંગ કરે તેવી શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા 7 જિલ્લામાં ભારે વરસાદ જ્યારે 22 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 75થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં સર્વાધિક સવા 8 ઈંચ વરસાદ પડ્યો હતો. જેતપુર પાવીમાં સવા 5 ઈંચ, આણંદના પેટલાદમાં 3.5 ઈંચ નોંધાયો હતો. કપરાડામાં 3 ઈંચ અને તારાપુરમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. હાલોલ અને બોરસદ બંને સ્થળે 2.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઝઘડિયામાં 2.5 અને આણંદમાં સવા 2 ઈંચ વરસાદ પડ્યો હતો. છોટાઉદેપુરમાં 1.75 ઈંચ, ચુડામાં પણ 1.75 ઈંચ વરસાદ વરસ્યો હતો. વડોદરા અને આંકલાવમાં 1.5-1.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે બનાસકાંઠા, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, દાદરા અને દમણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.આ ઉપરાંત જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
આ સાથે કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, તાપી, ડાંગ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ વ્યક્ત કરવામાં આવ્યું છે. ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર અને નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે
23 તારીખે બોટાદ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ તથા ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
