હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજ્યની 8,326 ગ્રામ પંચાયતો માટે સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણીમાં મતદાન શાંતિપૂર્ણ સંપન્ન
ગ્રામ્ય પંથકમાં મતદારોમાં ભારે ઉત્સાહ તો ક્યાંક મારામારીની ઘટના :ક્યાંક વરસાદ પણ અફાટરૂપ બન્યો તો ક્યાંક સરપંચના ઉમેદવાર પર હુમલાનો બનાવ

અમદાવાદ :ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે 8,326 ગ્રામ પંચાયતો માટે સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં 22મી જૂને સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. આ દરમિયાન રાજ્યના આશરે 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ 25મી જૂને જાહેર થશે.
જૂનાગઢ જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણીનું મતદાન થઇ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધીનું મતદાન ટકાવારી સામે આવી છે. વંથલી તાલુકાની 5 ગ્રામ પંચાયત માટે 55.20 ટકા મતદાન, માણાવદરની 13 ગ્રામ પંચાયત માટે 55.41 ટકા મતદાન,મેંદરડાની 4ગ્રામ પંચાયત માટે 44.18 ટકા મતદાન, માળીયા હાટીનાની 12 ગ્રામ પંચાયત માટે 56.65 ટકા મતદાન, કેશોદની 17 ગ્રામ પંચાયત માટે 57.75 ટકા મતદાન,માંગરોળની 22 ગ્રામ પંચાયત માટે 49.44 ટકા મતદાન,કુલ 73 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કુલ 53.79 ટકા મતદાન નોંધાયું છે.
નર્મદા જિલ્લામાં આજે 112 ગ્રામપંચાયતોની ચૂંટણી માટેનું મતદાન નોંધાયું છે. બપોરે 1 વાગ્યા સુધી 40 ટકા મતદાન નોંધાયું છે. બપોરે 12 પછી મતદારોની લાઈનો લાગી છે. ગામડાઓમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. પાંચ વર્ષ બાદ પુનઃ બેલેટ પેપરો માટે મતપેટીઓ નીકળી છે. બેલેટ પેપર દ્વારા મતદાન થઈ રહ્યું છે.જિલ્લામાં 60 સરપંચો અને 532 વોર્ડ સભ્યોનુ ભાવી આજે નક્કી થશે. 1,37,147 જેટલા મતદારો મત આપી પોતાના ઉમેદવાર ને મત આપી ચૂંટશે તમામ મથકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે.
આજે સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મતદાન થઈ રહ્યું છે.ત્યારે આ વચ્ચે બનાસકાંઠામાં સાંસદ ગેનીબેન ઠાકોરે તેમના ગામ અબાસણામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો આ તરફ સુરતમાં મંત્રી મુકેશ પટેલે ઓલપાડના નઘોઈ ગામે મતદાન કર્યું હતું.મુકેશ પટેલે તેમના પરીવાર સાથે મતદાન કર્યું.તો આ તરફ બનાસકાંઠાના વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે તેમના વતન બીયોક ગામમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.સ્વરૂપજી ઠાકોરે ધારાસભ્ય બન્યા બાદ પ્રથમ વખત મતદાન કર્યું.તમામ નેતાઓએ રાજ્યના લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.
પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને ગામડાઓમાં જાણે ઉત્સવ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે વરસાદમાં પણ મતદારો ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે પાટણ તાલુકાના સંડેર ગામે 7000 ની વસ્તી અને 4500 મતદારો છે ત્યારે આજે વહેલી સવારથી જ મતદાન મથક ઉપર મતદારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે શાંતિપૂર્ણ માહોલમાં કોઈપણ જાતના વાદવિવાદ અને રાજકીય કાવાદાવા વગર મતદાન મથકો ઉપર મતદાન થઈ રહ્યું છે. ગામમાં જે સરપંચ ચૂંટાઈને આવે તે ગામના દરેક વર્ગના લોકોને સાથે રાખીને ગામનો સર્વાંગી વિકાસ કરશે.
કચ્છના રાપરમાં મતદાન સમયે મારામારીની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા જ રાપર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મામલો શાંત પાડ્યો હતો. મોરબી ડાયમંડનગર પાસે પોલીસ અને ઉમેદવાર વચ્ચે બોલાચાલી થઈ હતી. ઉમેદવારને બુથ પાસેથી હટી જવાનું કહેતા બબાલ થઈ હતી, બાદમાં અન્ય અધિકારીએ મામલો થાળે પાડ્યો હતો
ખેડાના ઠાસરામાં પૂર્વ ધારાસભ્ય અને અમૂલના ચેરમેન રામસિંહ પરમારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. સાથે જ તેમના પુત્ર અને ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારે પણ મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી.. વણોતી ગ્રામપંચાયતમાં મગનભુલાના મુવાડા પ્રાથમિક શાળામાં રામસિંહ પરમાર અને તેમના પુત્ર યોગેન્દ્રસિંહ પરમાર સામાન્ય મતદારની જેમ લાઇનમાં ઉભા રહી મતદાન કર્યું હતું. એક સાથે પિતા પુત્રે મતદાન કરતા મતદારોના ઉત્સાહમાં પણ વધારો જોવા મળ્યો હતો.
ભરૂચમાં વરસતા વરસાદમાં પણ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાલુ વરસાદે પણ લોકો મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા છે. મતદાન મથક પર પોલીસની સરહાનીય કામગીરી જોવા મળી છે. અશક્ત વૃદ્ધ મહિલાને પોલીસે મતદાન મથક સુધી પહોંચાડ્યા છે. તવરા ગ્રામ પંચાયતની બેઠક પર મતદારોની લાંબી કતાર જામી છે.
સુરત ગ્રામ્યમાં વરસાદ મતદારો માટે આફતરૂપ બન્યો છે. વરસાદને કારણે અનેક મતદારો મુશ્કેલીમાં મુકાયા છે. મતદારોને મતદાન મથક ખાતે પહોંચવામાં હાલાકી થઈ છે. માંગરોળની 17 ગ્રામ પંચાયતની પેટાચૂંટણીના મતદાનમાં વરસાદ વિઘ્નરૂપ સાબિત થયો છે. મતદારોએ મતદાન માટેનો સમય અયોગ્ય ગણાવ્યો છે. મતદારોના જણાવ્યા મુજબ, ચૂંટણીપંચનો વરસાદમાં ચૂંટણી યોજવાનો નિર્ણય અયોગ્ય છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે વહીવટી તંત્ર સજ્જ છે. દરેક મતદાન મથક પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
દાહોદમાં મતદાન કેન્દ્ર ઉપર માથાકુટ થઈ છે. મોટીહાંડીના ધામણખોબરા મતદાન કેન્દ્ર પર માથાકુટ થઇ છે. માથાકુટ વચ્ચે પોલીસ ઘટના સ્થળે પહોંચતા મામલો થાળે પાડયો છે. પોલીસે મામલો થાળે પાડી મતદાન ફરી શરૂ કરાવ્યું છે. હાલ હાંડી ગામમાં શાંતિપુર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે.
અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલમાં પણ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભિલોડાના રિંટોડા ગામે 100 વર્ષના ડાહીબેન જોશી નામના વૃદ્ધાએ મતદાન કરી લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે.
આજે યોજાયેલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં કડી, જોટાણા, ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય અને બગસરા તાલુકાઓમાં મતદાન નથી યોજાયું. આનું મુખ્ય કારણ એ છે કે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીઓ યોજાવાની હોવાથી, જે તે સમયે આ સ્થળોની ગ્રામ પંચાયત ચૂંટણીઓ રદ કરવામાં આવી હતી. રદ કરાયેલી આ ચૂંટણીઓ દિવાળી બાદ યોજાય તેવી શક્યતા છે.
ભાવનગરના ફરિયાદકા ગામે ચૂંટણીમાં મતદાન વખતે બોગસ મતદાનનો આરોપ લાગતા મતદારોએ હોબાળો મચાવ્યો હતો. વિદેશમાં રહેતા બે મતદારોના બોગસ મતદાન કરાયાના દાવા કરવામાં આવી રહ્યુ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
