તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd June 2025
વડોદરા ગ્રામ પંચાયત ચૂંટણીમાં બબાલ : ધનિયાવી અને દશરથ ગામે મોટો વિવાદ
ધનિયાવી ગ્રામ પંચાયતમાં ચુંટણીમાં બેલેટ પેપરમાં ઉમેદવારનું નામ લખવા ભૂલ સામે આવતા બે કલાક બાદ નવી સુધારેલ બેલેટ પેપર મંગાવવા પડ્યા: દશરથ ગામમાં મતદાર યાદી માંથી અનેક મતદારોના નામ ગાયબ હોવાથી મતદારોમાં ભારે રોષ

વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા દરમિયાન ઘણા ઠેકાણે વિવાદજનક પરિસ્થિતિઓ સર્જાઈ હતી. ખાસ કરીને ધનિયાવી ગ્રામ પંચાયતમાં ચુંટણી દરમિયાન મોટો હોબાળો સર્જાયો હતો. જ્યાં બેલેટ પેપરમાં ઉમેદવારનું નામ લખવા ભૂલ સામે આવતા ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી હતી. આ ઘટના થતાં સ્થળ પર હાજર મતદારો અને ઉમેદવારોએ નારાજગી વ્યક્ત કરી હતી.
મહત્ત્વનું છે કે, ચૂંટણી અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી અને લગભગ બે કલાક બાદ સુધારેલી બેલેટ પેપર સાથે ચૂંટણી પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે, અગાઉ પડેલા મતોને માન્ય ગણવામાં આવશે.
અત્યાર સુધી ચૂંટણી પ્રક્રિયામાં અનેક મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. પરંતુ વડોદરાના દશરથ ગામમાં મતદાર યાદી માંથી અનેક મતદારોના નામ ગાયબ હોવાથી મતદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પોતાનું નામ યાદીમાંથી ગાયબ હોય કેટલાક મતદારોએ મતદાન કેન્દ્ર બહાર દેખાવો કરી વિરોધ નોંધાવ્યો હતો. મતદાર યાદીમાં ખામીઓના કારણે મતદાતાઓને મતદાનથી વંચિત રહેવું પડતા સ્થાનિક પ્રશાસન સામે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
