News of Sunday, 22nd June 2025
ડાંગની ગલકુંડ ગ્રામ પંચાયતમાં સરપંચ બનવા માટે બાપ અને દીકરો સામસામે લડ્યા ચૂંટણી
ડાંગના ગલકુંડા ગામે સરપંચ પદ માટે પિતા સુરેશ વાઘ અને દીકરો રાજેશ વાઘે ઉમેદવારી નોંધાવીને ચૂંટણી જંગ લડતા સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની

ડાંગ જિલ્લાની ગલકુંડ ગ્રામ પંચાયતમાં સરપંચ બનવા માટે બાપ અને દીકરો સામસામે ચૂંટણી લડ્યા છે. તમને જણાવી દઈએ કે, ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ 25મી જૂને જાહેર કરવામાં આવશે.
રાજ્યમાં ગ્રામ પંચાયતી ચૂંટણી યોજાઈ છે, ત્યારે ડાંગ જિલ્લામાં 42 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થઈ હતી. જેમાં ડાંગના ગલકુંડા ગામે સરપંચ પદ માટે પિતા સુરેશ વાઘ અને દીકરો રાજેશ વાઘે ઉમેદવારી નોંધાવીને ચૂંટણી જંગ લડ્યા હતા. બંને બાપ-દીકરાએ સરપંચ બનવા માટે ગ્રામ પંચાયતની ચૂંટણીના મેદાને ઉતર્યા હતા. બંને બાપ-દીકરાની ચૂંટણી જંગની સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની હતી.
ગલકુંડ ગામના સરપંચ પદના ઉમેદવાર બાપ-દીકરાએ જણાવ્યું હતું કે, 'ગામમાં 1840 વોટિંગ છે. ગામમાં ખુબ શાંતિપૂર્ણ રીતે મતદાન થયું છે.
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
