<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય : દેડિયાપાડાના સેજપુર ગામે આધુનિક સેન્ટ્રલાઈઝ્ડ કિચન માટે જમીન ફાળવાઈ

નર્મદાની પ્રાથમિક શાળાઓમાં ‘પ્રધાનમંત્રી પોષણ યોજના’ અંતર્ગત વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત, તાજું અને પૌષ્ટિક બપોરના ભોજનની સુવિધા મળશે: આ મંજૂરી બાદ કુલ. ૩૨૨ પ્રાથમિક શાળાઓના અંદાજિત ૩૩, ૭૭૧ વિધાર્થીઓ તેનો લેશે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ સેજપુર ગામે સર્વે નં. ૮૦ ની અંદરના ૧૨,૦૦૦ ચો.મી. વિસ્તારની જમીન આધુનિક સેન્ટ્રલાઈઝ્ડ કિચનના હેતુસર ફાળવવાની મંજૂરી આપી છે. આ મંજૂરી ગુજરાત જમીન મહેસૂલ નિયમો–૧૯૭૨ના વહીવટી હુકમ–૩ હેઠળ આપી છે અને તે પ્રમાણે જમીન તબદીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

આ મંજૂરી બાદ તેનો લાભ નર્મદા જિલ્લાના સાગબારા અને દેડિયાપાડા તાલુકાનો કુલ. ૩૨૨ પ્રાથમિક શાળાઓના અંદાજિત ૩૩, ૭૭૧ વિધાર્થીઓ લેશે.
  રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઈડ પ્રાથમિક શાળાઓમાં ‘પ્રધાનમંત્રી પોષણ યોજના’ અંતર્ગત વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત, તાજું અને પૌષ્ટિક બપોરના ભોજનની સુવિધા મળી રહેશે. સાગબારા અને દેડિયાપાડા તાલુકાની શાળાઓ માટે ભોજન પૂરું પાડતી આ સેન્ટ્રલ કિચનથી ખાસ કરીને આદિજાતિ અને પછાત વિસ્તારોના બાળકોના આરોગ્ય, પોષણ અને શૈક્ષણિક વિકાસમાં હકારાત્મક પરિવર્તન આવશે.
 તારીખ ૧૯ મે, ૨૦૨૫ના રોજ અત્રેના જિલ્લામાંથી આ યોજના માટે દરખાસ્ત મોકલવામાં આવી હતી, જેને રાજ્ય સરકારે સ્વીકૃતિ આપી છે. આ નિર્ણયથી સાગબારા અને દેડિયાપાડા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં બપોરના ભોજન વ્યવસ્થામાં ગુણવત્તા અને નિમિત્તતા વધશે, જે સમગ્ર ભવિષ્યની પેઢી માટે લાભદાયક સાબિત થશે

(9:57 PM IST)