News of Sunday, 22nd June 2025
ગુજરાતના ફોક સ્ટાર કીર્તિદાન ગઢવી બન્યા ગુજરાત સેલિબ્રિટી ટીમના બ્રાન્ડ એમ્બેસેડર

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રમતગમત અને મનોરંજનના અનોખા મિશ્રણમાં, ગુજરાતના પ્રખ્યાત લોક કલાકાર કીર્તિદાન ગઢવીને ગુજરાત સેલિબ્રિટી ક્રિકેટ ટીમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના 12 પ્રતિભાશાળી સેલિબ્રિટીઓનો સમાવેશ કરતી ટીમ કેમ્પ, મીત બ્રધર્સ ટીમ મુંબઈ હોર્સિસ સામે સિક્સ-એ-સાઇડ ક્રિકેટની 3 મેચની રોમાંચક શ્રેણીમાં ભાગ લેશે.
ગુજરાત સેલિબ્રિટી ટીમમાં લોકપ્રિય સેલિબ્રિટી સુપર સિક્સીસ સીઝન 1 માંથી પસંદ કરાયેલ 3 મહિલા અને 3 પુરુષ સેલિબ્રિટીઓનું રોમાંચક મિશ્રણ છે.
આ ટીમ કેમ્પ મા સરિતા ગાયકવાડ, વિપુલ નારીગરા, અરવિંદ વેગડા, નિરાલી ઓઝા, ચેતન દૈયા, ટી. ધૈર્ય, અમન રાઠોડ, તારીકા ત્રિપાઠી, મૌલિક ચૌહાણ, આંચલ શાહ, ગ્રેસી કનેરિયા અને ઉર્વશી જેવા જાણીતા નામોનો સમાવેશ થાય છે.
ટીમ કેમ્પ અને પ્રેક્ટિસ મેચ પસંદગી પ્રક્રિયા પછી, 6 સેલિબ્રિટીઓની પસંદગી અંતિમ ટીમ માટે કરવામાં આવશે જે મુંબઈ હોર્સીસ સામે ટકરાશે.
બ્રાન્ડ એમ્બેસેડર તરીકે, કીર્તિદાન ગઢવી ટીમમાં તેમના વિશાળ ચાહક ફોલોઇંગ સાથે કરિશ્મા લાવે છે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે ગુજરાતી ડાયમાં તેમની અપાર લોકપ્રિયતા સાથે, કીર્તિદાન ગઢવી ગુજરાત સેલિબ્રિટી ટીમના ટીમની ફોલોઇંગ માં એક નવો પરિમાણ ઉમેરવા માટે તૈયાર છે.
આ અનોખી ક્રિકેટ શ્રેણીમાં ગુજરાત સેલિબ્રિટી ટીમ ના મનોરંજન અને સેલિબ્રિટી ગ્લેમરનું સંયોજન કરીને ગુજરાત ટીમ સેલિબ્રિટી ક્રિકેટની દુનિયામાં એક છાપ છોડવા માટે તૈયાર છે.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
