<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

૩ ગુજરાત ઇન્ડિપેન્ડેન્ટ કંપની એનસીસી, રાજપીપળાના ૮૦ કેડેટોએ Sou ખાતે યોગ દિવસમાં ભાગ લીધો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા સ્થિત એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અને ૩ ગુજરાત ઇન્ડિપેન્ડેન્ટ કંપની એનસીસી (NCC)ના ૮૦ જેટલા કેડેટોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે આયોજિત ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

કાર્યક્રમની શરૂઆત વિશાખાપટ્ટનમથી પ્રધાનમંત્રી મોદીના યોગ દિવસના લાઇવ પ્રસારણ સાથે થઈ, જેમાં તેમણે યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો પર ભાષણ આપ્યું. પ્રધાનમંત્રીએ યુવાનોને યોગને તેમના દૈનિક જીવનનો ભાગ બનાવવા અને તંદુરસ્ત સમાજના નિર્માણમાં યોગથી મળતા ફાયદાઓને લોકો સુધી પહોંચાડવા પ્રેરણા આપી.
આ વર્ષે યોગ દિવસની થીમ “યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી" હતી, જેના અનુરૂપ એનસીસી કેડેટોએ સામૂહિક યોગાસનો કરી યોગના સામાજિક લાભોને ઉજાગર કર્યા. કાર્યક્રમ દરમિયાન, પ્રખ્યાત યોગ ગુરુઓના માર્ગદર્શન હેઠળ વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરવામાં આવી.
એનસીસીના કેડેટોએ યોગ દ્વારા એકતા, શાંતિ અને સ્વાસ્થ્યના સંદેશને વ્યાપક પ્રચારિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ કર્નલ અખિલેશ, કેપ્ટન રાહુલ ઠક્કર અને સુબેદાર સંજયસિંઘ એ કેડેટોના પ્રયાસોની પ્રશંસા કરી અને યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા પ્રેરણા આપી

(10:05 PM IST)