તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd June 2025
ધો.૧૦-૧૨ની પુરક પરીક્ષાનો પ્રારંભ
ગુજરાતના ૬૮ ઝોનના ૧૧૨ કેન્દ્રોના ૬૦૪૮ બ્લોકમાં પરીક્ષા લેવાશેઃ ધો.૧૦-૧૨ના ર લાખથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહયા છે

રાજકોટ તા.૨૩: ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો.૧૦ અને ધો.૧૨ની પુરક પરીક્ષાનો શાંતીપૂર્ણ પ્રારંભ થયો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ દ્વારા આજથી શરૂ થયેલી ધો.૧૦ અને ધો.૧૨ની પુરક પરીક્ષા ગુજરાતના ૬૮ ઝોનનાં ૧૧૨ કેન્દ્રોમાં ૬૪૬ બીલ્ડીંગોના ૬૦૪૮ બ્લોકમાં પરીક્ષા ચાલી રહી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડની આજથી શરૂ થયેલી પૂરક પરીક્ષામાં ધો.૧૦માં ૧૨૬૨૨૯, ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ૩૦૨૭૨, ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૫૧૮૧૩ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધો.૧૦ની પરીક્ષા તા.૧ જુલાઇ અને ધો.૧૨ સાયન્સની પરીક્ષા તા.૩૦ જુન, ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ૩ જુલાઇ સુધી ચાલશે.(૨.૩)
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
