તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd June 2025
નેશનલ મેડીકલ કમિશનની અનિર્ણાયક સ્થિતિમાં મેડીકલ પ્રવેશ પ્રક્રિયા ખોરવાશે
નીટના પરીણામ બાદ હજુ મેરીટ લીસ્ટ જાહેર નથી કરાયું: અનેક કોલેજોની વાર્ષિક મંજુરી બાકી

અમદાવાદ તા. ર૩: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ મેડીકલમાં પ્રવેશ માટે લેવાયેલી નીટનું પરીણામ ગત સપ્તાહે જાહેર થયા બાદ હજુ સુધી મેડીકલ પ્રવેશની કાર્યવાહી શરૂ ન થતા નેશનલ મેડીકલ કમિશનની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે. નીટના પરીણામ બાદ પણ હજુ મેરીટ લીસ્ટ જાહેર થયું નથી. કયારે થશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
નેશનલ મેડીકલ કમિશન NMC ની અનિર્ણાયક સ્થિતિના કારણે રાજયમાં મેડીકલ કોલેજો શરૂ કરવા માટે દરખાસ્ત કરનારી સંસ્થાઓ પણ દૂર થઇ જતા એકંદરે વિદ્યાર્થીઓને નુકસાન થાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.હાલમાં નીટના પરીણામમાં પ૦ હજારથી વધારે વિદ્યાર્થીઓ મેડીકલ-ડેન્ટલની પ્રવેશ પ્રક્રિયા કયારે શરૂ થશે તેની રાહ જોઇ રહ્યા છે. ગુજરાતમાં મેડીકલની ૪૧ કોલેજોમાં ૭રપ૦, ડેન્ટલમાં ૧ર કોલેજોમાં ૧રપપ, આયુર્વેદની ૪૪ કોલેજોમાં ૩૪૭૩ અને હોમીયોપેથીની ૪૮ કોલેજમાં ૪પ૬૦ મળી કુલ ૧૬પ૩૮ બેઠકો નીટ આધારીત પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે.
NMCનું ઇન્સ્પેન્શન ન થતા અને મેડીકલ કોલેજોની વાર્ષિક મંજૂરી પણ બાકી છે.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
