<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

અમદાવાદમાં હિસ્‍ટ્રીશિટરોના આશ્રયસ્‍થાનો ક્રાઇમ બ્રાન્‍ચે આખી રાત ફંફોળ્‍યા

કાલે સવારથી બે દિવસ સુધી આખા રૂટ પર જબ્‍બર રિહર્સલ, સીપી જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક, ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલ, સેકટર વડા નીરજ બડ ગુજ્જર અને સેક્‍ટર વડા જયપાલસિંહ રાઠોડ, સ્‍પેશ્‍યલ બ્રાન્‍ચ વડા વિધિ ચૌધરી વિગેરે જોડાઇ ઝીણવટભર્યુ નિરીક્ષણ કરશે : કર્ણાટક જેવી ભીડની દુર્ઘટના નિવારવા ભીડ મેનેજમેન્‍ટ. AI નો પ્રથમવાર ઉપયોગ.. સ્‍લીપર સેલની ઘૂસણખોરી પર બ્રેક મારવા ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણ ટીમ મેદાને ભાડુતો અને શંકાસ્‍પદ સ્‍થળોની ચકાસણીનો ધમધમાટ

 

 

રાજકોટ, તા.૨૩: અમદાવાદની ઐતિહાસિક અને પોલીસ બંદોબસ્‍તની દૃષ્ટિએ દેશના સહુથી મોટા બંદોબસ્‍તવાળી રથયાત્રા પ્રવર્તમાન પરિસ્‍થિતિમાં નિર્વિઘ્‍ને પસાર થાય અને વધુ પડતી ભીડને કારણે સાઉથ જેવી પરિસ્‍થિીત ન સર્જાય તેવો બંદોબસ્‍ત ગોઠવી ભીડ મેનેજમેન્‍ટ કંટ્રોલ માટે AI નો ઉપયોગ કરવાની રણનીતિને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

રથયાત્રાના આખા રૂટનું નિરીક્ષણ કરવા સાથે પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક દ્વારા ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલ સહિતના સિનિયર અધિકારીઓ સાથે જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતીં.

કાશ્‍મીર ખીણની આતંકી ઘટના, જાસૂસો પકડાવવા વિગેરે બાબતો બીએસએફ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક બિલકુલ હળવાશથી લીધા વગર સ્‍થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્‍ચને મહત્‍વની જવાબદારી સુપ્રત કરી છે. રથયાત્રા સંદર્ભે સ્‍લીપર સેલના એજન્‍ટો ઘૂસે નહીં તે માટે ભાડે પ્રોપર્ટી આપનાર લોકો માટે કડક નિયમો અમલી બનાવ્‍યા છે. મહત્‍વના અને શંકાસ્‍પદ સ્‍થળોએ ભાડુતો સાથે કેટલાક હીસ્‍ટ્રીસિટરોની મોડી રાત સુધી ક્રાઈમ બ્રાન્‍ચ ડીસીપી અજિત રાજીયાણ ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવેલ.

ડોઞ સ્‍કોડ, બોમ્‍બ ડીસ્‍પોઝેબલ સ્‍કોડ ચકાસણી,  સહિત આજે રથયાત્રાનું મીની રિહર્સલ અને કાલે મંગળવારે ફાઇનલ રિહર્સલ થશે. (રર.૧૪)

(3:48 PM IST)