<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

આધ્‍યા જોબનપુત્રા ચાર માસની હતી ત્‍યારે યોગમાં રસ પડેલ આજે ચાર વર્ષની ઉંમરે યોગમય

 

અમદાવાદ, તા.૨૧: હજી જેને ચાર વર્ષ પણ પૂરા થયા નથી તે અમદાવાદ આદ્યા મિતુલ જોબનપુત્રાએ, જ્‍યારે ૧૧ મહિનાની હતી ત્‍યારે આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ નિમિત્તે ૨૧  જૂન વર્ષ ૨૦૨૨ માં સ્‍વામી રામદેવજીની સમક્ષ  યોગાસનનો  પ્રયાસ કર્યો હતો. આજે એ જ દીકરી યોગની સામાન્‍ય મુદ્રામાં ધ્‍યાન કરી રહી હોવાનું ઉપરોક્‍ત બે તસવીરમાં દ્રશ્‍યમાન થાય છે.આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસનું મહત્‍વ એ જ છે કે યોગ એ માત્ર ૨૧મી જૂને થાય તે પૂરતું નથી પરંતુ માનવીની જીવનશૈલીમાં તે સહજ રીતે જોડાઈ જાય તો જ યોગ દિવસ નું મહત્‍વ સાર્થક થશે.. ખાસ કરીને જ્‍યારે આજે બાળકોના સામાજિક, શારીરિક, માનસિક સ્‍વાસ્‍થ્‍ય માટે પડકાર છે ત્‍યારે આવા વિકટ સમયમાં બાળકો સહજ રીતે યોગને આત્‍મસાત કરે તે સમયની  માંગ છે. જો આજની પેઢી યોગ તરફ વળશે તો જ યોગ દિવસની ઉજવણી સાર્થક લેખાશે.

(3:56 PM IST)