તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd June 2025
સત્તા કે ખુરશી પર ચોંટી રહેવામાં શક્તિસિંહ ગોહિલ નથી માનતા :પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલનું મોટું નિવેદન
તેમણે કહ્યું શક્તિસિંહ પદને લઈ મહત્વકાંક્ષી નથી રહ્યા, પાર્ટીના કર્મઠ વ્યક્તિ તરીકે કામ કરતા રહ્યા છે. કોંગ્રેસના આગેવાનો આ નિર્ણયથી શીખ લેશે

અમદાવાદ : કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના રાજીનામા અંગે અમદાવાદના રખિયાલ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલે નિવેદન કર્યું છે કે, બંને બેઠકો કોંગ્રેસની ના હોવા છતાં હારથી જવાબદારી સ્વીકારીને નૈતિકતા દર્શાવી છે. શક્તિસિંહ રાજનીતિમાં જવાબદારી પૂર્વકનું વર્તન કરવામાં માને છે. તેમણે અગાઉ કોંગ્રેસ સરકારનો પણ વિરોધ કરતા 1992 માં આરોગ્ય મંત્રી પદેથી રાજીનામું આપેલું. એ સમયે ભાવનગરમાંથી ધારાસભ્ય બન્યા છતા, કોંગ્રેસની સરકારે ભાવનગરને મેડિકલ કોલેજ ના ફાળવતા આરોગ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. સત્તા કે ખુરશી પર ચોંટી રહેવામાં શક્તિસિંહ નથી માનતા, તેમ હિંમતસિંહે જણાવ્યું હતું.
શક્તિસિંહ પદને લઈ મહત્વકાંક્ષી નથી રહ્યા, પાર્ટીના કર્મઠ વ્યક્તિ તરીકે કામ કરતા રહ્યા છે. કોંગ્રેસના આગેવાનો આ નિર્ણયથી શીખ લેશે. શક્તિસિંહ કોંગ્રેસના લીડર તરીકે કાયમી રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
