<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

આણંદના બોરસદમાં ધોધમાર વરસાદ વરસતા જનતા બજારમાં પાણી ભરાયા

વરસાદી પાણીના નિકાલની ગટર ચોક અપ થતા પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ

આણંદ જિલ્લાના બોરસદમાં ધોધમાર વરસાદ વરસતા, શહેરના જનતા બજારમાં વરસાદી પાણી ભરાયા હતા. જનતા બજાર એ બોરસદ શહેરનું મુખ્ય બજાર છે. પાલિકાની બેદરકારીથી ભરાયા વરસાદી પાણી ભરાયા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.  વરસાદી પાણીના નિકાલની ગટર ચોક અપ થતા પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.  પાલિકા વહેલી નહીં જાગે તો દુકાનદારોની દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ શકે છે

   આણંદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સતત વરસી રહેલ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. શહેરના 80 ફૂટ રોડ, ઇન્દિરા ગાંધી સ્ટેચ્યુ , વિદ્યાનગર, લાંભવેલ રોડ ઉપર  વરસાદી પાણી ભરાયા છે. મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અટવાયા હતા. છેલ્લા 4 કલાક માં 2 ઇંચ જેટલો વરસાદ આણંદમાં વરસ્યો છે.  

 

(7:11 PM IST)