<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

અમદાવાદના દાણીલીમડાના લૂંટ વિથ મર્ડરના 25 વર્ષથી ફરાર આરોપીને યુપીથી ઝડપી લીધો

અનેક ગુનાઓ તેણે આચાર્ય હોવાથી તેના પરિવારે પણ તેને કાઢી મુક્યો હતો: તેની સામે હથિયારના, હત્યાના પ્રયાસ, લૂંટ, ખંડણી, ચોરી સહિતના કુલ 18 જેટલા ગુનાઓ ઉત્તર પ્રદેશ ગુજરાત અને મધ્યપ્રદેશમાં નોંધાયા

અમદાવાદમાં વર્ષ 2001માં ભૂકંપ આવ્યો તેના બીજા દિવસે લૂંટ વિથ મર્ડરનો બનાવ બન્યો હતો. જે ગુનામાં 25 વર્ષથી ફરાર આરોપીને આખરે પકડવામાં પોલીસને સફળતા મળી છે. આરોપીની તપાસ કરતાં તે ગુજરાત સહિતના અન્ય રાજ્યમાં પણ આ જ પ્રકારના ગુનામાં સામેલ હોવાનો ખુલાસો થયો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રામ પ્રેમા ઉર્ફે પ્રેમબાબા વર્મા નામનાં આરોપીની ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના કલ્યાણપુર ખાતેથી કરી છે. રથયાત્રાને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા જુના ગુનામાં ફરાર આરોપીઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીએ 27 જાન્યુઆરી 2001ના રોજ દાણીલીમડા વિસ્તારમાં આવેલા દુગલ ટેક્સટાઇલ નામની ફેક્ટરીના વોચમેન બાકર અલી પાસેથી રૂપિયા 25,000 ની લૂંટ કરી તેને ગળું દબાવી હત્યા નીપજાવી હતી. જે ગુનામાં આરોપી લાંબા સમયથી ફરાર હતો. 

પકડાયેલા આરોપી સાથે ગુનામાં અન્ય આરોપીઓ પણ સામે હતા જોકે આરોપી લાંબા સમયથી ફરાર હતો. આ ગુનો આચાર્ય બાદ આરોપી અલગ અલગ રાજ્યમાં નાસતો ફરતો હતો. અનેક ગુનાઓ તેણે આચાર્ય હોવાથી તેના પરિવારે પણ તેને કાઢી મુક્યો હતો. તે ડેમ પાસે બોટ ચલાવવા સહિતની અલગ અલગ કામગીરી જાણતો હોવાથી જે જગ્યા ઉપર ડેમનું કામ ચાલતું હોય ત્યાં નોકરી કરતો હતો અને વસવાટ કરતો હતો. દાણીલીમડામાં બનેલા ગુનામાં આરોપીનું આખું નામ પોલીસ પાસે ન હોય તેને પકડવો મુશ્કેલ હતો પરંતુ પોલીસે ચોક્કસ બાતમીના આધારે અંતે તેને પકડી પાડ્યો છે.

ઝડપાયેલો આરોપી રામુ વર્મા વર્ષ 1998માં વટવામાં કાપડ ચોરીના ગુનામાં તેમજ ઉત્તર પ્રદેશમાં ખંડણી, અપહરણ જેવા ગુનામાં પકડાયો હતો અને ચાર વર્ષ જેલમાં રહ્યો હતો. તેની સામે હથિયારના, હત્યાના પ્રયાસ, લૂંટ, ખંડણી, ચોરી સહિતના કુલ 18 જેટલા ગુનાઓ ઉત્તર પ્રદેશ ગુજરાત અને મધ્યપ્રદેશમાં નોંધાયા છે. હાલ તો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીને પકડી આ ગુનામાં તેની સાથે સામેલ અન્ય આરોપીઓને લઈને તપાસ અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

 

(7:28 PM IST)