<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં સૌથી વધુ ૪૮.૧૫ ટકા જળ સંગ્રહ: મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૩.૮૦ ટકા જળ સંગ્રહ થયો

દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૪૨.૦૩ ટકા, ઉતર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૩.૧૦ ટકા તેમજ કચ્છના ૨૦ જળાશયોમાં ૨૮.૭૨ ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ

અમદાવાદ :ગુજરાતમાં હાલમાં મેઘરાજાએ સૌરાષ્ટ્ર સહિત ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ધમરોળિ રહ્યા છે,સાબરકાંઠા બાદ મેઘરાજાએ સુરતનો વારો પાડ્યો હતો સુરત જિલ્લામાં મેઘો મહેરબાન થતા જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગની  આગાહીને પગલે સુરત, ભરુચ, નર્મદા, વલસાડ, દમણ, દાદર નગર હવેલી, ભાવનગર, જૂનાગઢમાં ભારે વરસાદ ખાબક્યો છે.

  દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદથી ડેમોમાં નવાણીરની આવક થઇ છે સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં સૌથી વધુ ૪૮.૧૫ ટકા જળ સંગ્રહ, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૩.૮૦ ટકા જળ સંગ્રહ, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૪૨.૦૩ ટકા, ઉતર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૩.૧૦ ટકા તેમજ  કચ્છના ૨૦ જળાશયોમાં ૨૮.૭૨ ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે. આ સિવાય સરદાર સરોવર સહિત રાજ્યના ૨૫ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે, ૬૧ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે જયારે ૮૨ જળાશયો ૨૫ ટકાથી ઓછા  ભરાયા છે.   


 

(7:39 PM IST)