News of Monday, 23rd June 2025
છોટાઉદેપુરથી નાલેજ પીપલેજને જોડતા રોડ પરનું ડાયવર્ઝન ધોવાઈ ગયું : 20 થી 25 ગામના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા
પીપલેજથી નાલેજ વચ્ચેના કોતર પર મીની પુલનું કામ ચાલુ હોવાથી અપાયું હતું ડાયવર્ઝન

છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુરથી નાલેજ પીપલેજને જોડતા રોડ પરનું ડાયવર્ઝન ધોવાતા સામે આવેલા 20 થી 25 ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પીપલેજથી નાલેજ વચ્ચેના કોતર પર મીની પુલનું કામ ચાલુ હોવાથી ડાયવરઝ્ન અપાયું હતું .. આજે વરસેલા વરસાદથી ઓરસંગ નદીનુ પાણી કોતરમાં આવતા કામ ચલાઉ બનાવેલું ડાયવર્ઝન ધોવાયું હતું. ડાયવર્ઝન ધોવાતા વાહનવયવ્હાર થયો બંધ થઈ જવા પામ્યો છે. ડાયવર્ઝન ધોવાતા વિદ્યાર્થી અને રાહદારીઓ અટવાયા છે. પાણી ઓસરતા ડાયવર્ઝન શરુ થાય તેવા પ્રયાસ કરાઈ રહ્યા છે
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
