<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

નેત્રંગમાં પિતાના પાર્થિવદેહને દીકરીઓએ પિતરાઇ ભાઇ સાથે મળી અગ્નિદાહ આપ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નેત્રંગ તાલુકા મથકના ગાંધીબજાર વિસ્તારમાં રહેતા અને નેત્રંગ ચાર રસ્તા ઉપર જગન્નાથ કોમ્પ્લેક્ષના વેપારી જયંતીભાઈ હિંમતલાલ ગાંધીને સંતાનમાં મોનાલી, વંદના અને કિષ્ના ત્રણ દીકરાઓ છે.જયંતીભાઈ ગાંધી છેલ્લા કેટલાક સમયથી બીમાર હોવાથી ગતરોજ સાંજના સમયે દુ:ખદ અવસાન થવાથી તેમની અંતિમ યાત્રા નિકળી હતી.નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામે આવેલ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.જેમાં જયંતીભાઈ ગાંધીની ત્રણેય દીકરીઓ એ પોતાના પિતરાઇ ભાઈ મયુર જયનારાયણભાઈ ગાંધી સાથે પિતાના પાથિઁવદેહને અગ્નિદાહ આપ્યો હતી.


 

(9:44 PM IST)