<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

તરોપાથી રાજપીપળા આવી રહેલા બે મિત્રોની એસેસ ગાડી ઢોલાર ગામ પાસે સ્લીપ થતા બંનેને ગંભીર ઇજા

ઇજા પામેલા બે મિત્રો પૈકી એક બેભાન હાલતમાં અને એક ઇજાગ્રસ્ત હોય બંને સિવિલમાં સારવાર હેઠળ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના તરોપા ગામથી કામ અર્થે રાજપીપળા આવી રહેલા બે મિત્રોની એસેસ ગાડી ઢોલાર ગામ પાસે સ્લીપ થતા બંનેને ગંભીર ઇજા થતા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે

  મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લામાં અને વરસાદી માહોલ હોય તેવામાં તરોપા ગામના બે મિત્રો, હિતેષભાઇ કાનજીભાઈ વસાવા (૧૭) તથા સાહિલભાઈ ઉપેન્દ્રભાઈ વસાવા(૨૩) (બંને રહે.તારોપા )નાઓ તારોપા ગામથી રાજપીપળા તેમની એસેસ ગાડી લઈ આવી રહ્યા હતા ત્યારે તેમની ગાડી ઢોલાર ગામ પાસે સ્લીપ થતા બંને મિત્રો માર્ગ ઉપર ફંગોળાઈ જતા તેમાંથી સાહિલભાઈ વસાવાને ઇજા થતા તેઓ બેભાન હાલત માં અને હિતેષભાઇ ને ઇજાગ્રસ્ત હાલતમાં 108 મારફતે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ બપોરની ઘટના હોય આ બાબતે આમલેથા પોલીસ માં જાણ કરતા પોલીસે આ માટે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.


 

(9:45 PM IST)