News of Monday, 23rd June 2025
જેસલપોર ગામમાં જીઇબી ના પોલ નીચે ભેંસ ને કરંટ લાગતા મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં કરંટ લાગવાથી અને વીજળી પડતા મૂંગા જાનવરોના મોત થવાનો સિલસિલો એક બાદ એક જોવા મળી રહ્યો છે જેમાં હાલમાં પણ નાંદોદ તાલુકાના જેસલપોર ગામમાં ભેંસને કરંટ લાગતા મોત થયું છે
મળતી માહિતી નવીનભાઈ ભુલાભાઈ બારીયા (રહે. જેસલપુર તા.નાંદોદ જી.નર્મદા )નાઓએ પોલીસને જાણ કર્યા મુજબ તેમના પિતા ભુલાભાઈ ભેંસો ચારવા ગયેલ અને ભેંસો ચારીને બપોરે 2.30 વાગે પરત આવતી વખતે જેસલપોર ગામમાં પશુદવાખાના આગળ પાણી પીવા ગયેલ હતી તે વખતે જી.ઈ.બી. ના થાભલા નીચે કરંટ લાગવાથી તેનું મોત થયું હતું. ભેંસ ની ઉંમર આશરે નવ વર્ષની છે. જેની કિંમત આશરે ૫૦,૦૦૦ રૂ. ગણી શકાય તેવી હકીકત પોલીસને જણાવતા પોલીસે આગળની કાર્યવાહી કરી છે.
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
