<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

કાલે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ

સરપંચ અને સભ્‍યોને ચૂંટવા માટે મતદારોએ રવિવારે ગામડાઓમાં મતદાન કર્યુ'તુ

રાજકોટ તા. ર૪ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છની ગ્રામ પંચાયતોની રવિવારે ચૂંટણી સંપન્‍ન થયા બાદ હવે કાલે તા. રપ ને બુધવારે મતગણતરી હાથ ધરવામાં આવશે.

રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, જુનાગઢ, અને મોરબી જિલ્લાની સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી માટે રવિવારે મતદાન થયું હતું. ગામડામાં  સરપંચ અને સભ્‍યોની ચૂંટણી માટે સૌરાષ્‍ટ્રમાં ૯,૩૪,૦ર૪ માંથી આશરે ૬.૮૧ લાખ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપરથી ઉમેદવારોનું ભાવી મતપેટીમાં કેદ થયું છે.

(11:15 AM IST)