News of Tuesday, 24th June 2025
સુરત જિલ્લામાં અનરાધાર વરસાદ: સૌથી વધુ સુરત સિટીમાં 13.2 ઈંચ વરસાદ ખાબક્યો: જળબંબોળ
કામરેજ તાલુકામાં 10.7 ઈંચ,પલસાણા તાલુકામાં 8.2 ઈંચ ,બારડોલી તાલુકામાં 6.6 ઈંચ અને ઓલપાડ તાલુકામાં 5.0 ઈંચ વરસાદ :સુરતમાં ધોધમાર વરસસાદ ખાબકતા લોકો ભારે હાલાકીમાં મુકાયા: ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી

સુરત :હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેથી છેલ્લા 24 કલાકથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ સુરત સિટીમાં વરસાદ ખાબક્યો છે. ઠેર-ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. એટલું જ નહીં બાળકોને શાળામાંથી રજા પણ આપી દેવામાં આવી હતી.
મહત્ત્વનું છે કે, ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ સુરત અને મધ્ય સુરતમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે. વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે. સુરત જિલ્લાના દરેક તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ થયો છે.
સુરત સિટી 13.2 ઈંચ વરસાદ,કામરેજ તાલુકામાં 10.7 ઈંચ વરસાદ,પલસાણા તાલુકામાં 8.2 ઈંચ વરસાદ,બારડોલી તાલુકામાં 6.6 ઈંચ વરસાદ,ઓલપાડ તાલુકામાં 5.0 ઈંચ વરસાદ,ચોરાસી તાલુકામાં 4.3 ઈંચ વરસાદ,માંડવી તાલુકામાં 3.5 ઈંચ વરસાદ,માંગરોળ તાલુકામાં 3.1 ઈંચ વરસાદ,મહુવા તાલુકામાં 2.8 ઈંચ વરસાદ અને ઉમરપાડા તાલુકામાં 1.7 ઈંચ વરસાદ વરસ્યો હતો
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
