તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
નર્મદા જિલ્લાના 5 તાલુકામાં વરસાદ: સૌથી વધુ તિલકવાડામાં તાલુકામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો
ગરુડેશ્વર તાલુકામાં 2.2 ઈંચ , દેડિયાપાડા તાલુકામાં 1.7 ઈંચ, સાગબારા તાલુકામાં 1.5 ઈંચ અને નાંદોદ તાલુકામાં 1.4 ઈંચ વરસાદ

અમદાવાદ :હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેથી છેલ્લા 24 કલાકથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં નર્મદા જિલ્લામાં 5 તાલુકામાં વરસાદ થયો છે.
મહત્ત્વનું છે કે, ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ સુરત અને મધ્ય સુરતમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે. વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે. નર્મદા જિલ્લાના 5 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ થયો છે.
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં 6.0 ઈંચ વરસાદ,ગરુડેશ્વર તાલુકામાં 2.2 ઈંચ વરસાદ,દેડિયાપાડા તાલુકામાં 1.7 ઈંચ વરસાદ, સાગબારા તાલુકામાં 1.5 ઈંચ વરસાદ અને નાંદોદ તાલુકામાં 1.4 ઈંચ વરસાદ વરસ્યો છે
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
