<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

વડોદરામાં બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી :શાળા ખાલી કરાવી સઘન ચેકીંગ

બોમ્બ સ્ક્વોડ, SOG સહિતની તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચી:CISFના જવાનો પણ મોટી સંખ્યામાં તૈનાત

વડોદરા :ગઇકાલે જ વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારે બીજા દિવસે વડોદરાની રિફાઇનરી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. વહેલી સવારે શાળાને મેઇલ કરીને શાળામાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી હતી. 

રિફાઇનરી સ્કુલને બોમ્બથી ઉડાવી દેવાનો મેઇલ મળતા જ શાળા તંત્ર અને પોલીસ સતર્ક બની ગઇ હતી. શાળામાં બોમ્બની માહિતી મળતાં જ બોમ્બ સ્ક્વોડ, SOG સહિતની તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. શાળાને ખાલી કરાવી પોલીસની સર્ચની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ એજન્સીઓ શાળામાં સઘન ચેકિંગ કરી રહી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચી છે. CISFના જવાનો પણ મોટી સંખ્યામાં તૈનાત કરાયા છે. રિફાઈનરી વિસ્તાર હોવાથી ખાસ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરાઈ રહી છે.

ગઈકાલે વડોદરાની નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. વિદ્યાર્થીઓને શાળાની બહાર સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવ્યા હતા. ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્કવોડની ટીમ અને પોલીસ વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતી.

(12:52 PM IST)