તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદે સ્વર્ગથી ઉતારેલા દ્રશ્યો સર્જી દીધા : વાતાવરણને અવિસ્મરણીય બનાવ્યું
માતાજીના મંદિર તરફ જતાં માર્ગમાં ઝરમર વરસાદના કારણે પગથિયાં કુદરતી વોટરફોલમાં ફેરવાઈ ગયા : કુદરતી વૈભવ અને ભાવનાત્મક શાંતિનો અનુભવ કરાવતું એક અલૌકિક સ્થળ બની ગયું

વડોદરા નજીક આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદે જાણે કે સ્વર્ગથી ઉતારેલા દ્રશ્યો સર્જી દીધા હોય એમ લાગણીસભર માહોલ ઉભો કર્યો છે. પાવાગઢ શક્તિપીઠ, જ્યાં માતા મહાકાળીના દર્શન માટે દૈનિક લાખો ભાવિક ભક્તો ઉમટી પડતા હોય છે, ત્યાં ચોમાસાની ઋતુએ વાતાવરણને અવિસ્મરણીય બનાવી દીધું છે.
વરસાદની મોસમમાં પાવાગઢના પથ્થરના પગથિયાં પર પાણી નળખાતા ખળખળાવી રહ્યા હતાં. પગથિયાં જાણે કે ચંદ્રકાંતિથી ધોવાતા હોય એવું સુંદર અને દ્રશ્ય સર્જાયું હતું. કુદરતનાં કમાલે આખો પર્વત વિસ્તાર લીલોતરીમાં ગરકાવ થઈ ગયો છે. ઘેરા વાદળોની ગર્જના, પવનની શીતળતા અને આસપાસ થનગનતાં ઝરણાંઓ સાથે પાવાગઢના દરબારમા ભક્તિ અને આનંદનું અનોખું મિલન જોવા મળ્યું.
માતાજીના મંદિર તરફ જતાં માર્ગમાં ઝરમર વરસાદના કારણે પગથિયાં કુદરતી વોટરફોલમાં ફેરવાઈ ગયા હતા. સાથે વાદળોની વચ્ચે ભક્તો આવા નમણિયાળ દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં પાવાગઢની ચઢાણ કરી રહ્યા છે. અને દરેકના હોઠે માતાજીના જયઘોષ ગુંજી ઉઠ્યા છે. ચોમાસામાં પાવાગઢ માત્ર ધાર્મિક યાત્રાધામ નહીં, પરંતુ કુદરતી વૈભવ અને ભાવનાત્મક શાંતિનો અનુભવ કરાવતું એક અલૌકિક સ્થળ બની રહે છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
